તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 26th June 2026
સુરતમાં ગેરકાયદે મસ્જિદ મામલે 12 વર્ષની કાનૂની લડાઈનો અંત: વકફ ટ્રસ્ટને 1 લાખનો દંડ: બાંધકામ દૂર કરવા આદેશ
આ મહત્વપૂર્ણ ચુકાદાને પગલે હવે પાલિકાના અટકેલા હેરિટેજ પ્રોજેક્ટને આગળ ધપાવવાનો માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો

સુરતમાં મહાનગરપાલિકા (SMC) ની કરોડો રૂપિયાની સરકારી જમીન પર ખડકી દેવાયેલી ગેરકાયદે મસ્જિદ મામલે છેલ્લા 12 વર્ષથી ચાલતી કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા દ્વારા લાંબા સમયથી લડવામાં આવી રહેલા આ કાનૂની જંગમાં વકફ ટ્રિબ્યુનલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે અને વકફ ટ્રસ્ટને રૂપિયા 1 લાખનો આકરો દંડ ફટકાર્યો છે. આ મહત્વપૂર્ણ ચુકાદાને પગલે હવે પાલિકાના અટકેલા હેરિટેજ પ્રોજેક્ટને આગળ ધપાવવાનો માર્ગ સંપૂર્ણપણે મોકળો થઈ ગયો છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
