તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
સુરતમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ડ્રગ્સ વેચતા ઝડપાયા ઓડિશાથી બ્રાઉન શુગર લાવનાર 3 શખ્સો સચિન પોલીસના હસ્તક
ઝડપી કમાણી અને સોશિયલ મીડિયાના ચક્કરમાં ઈજનેરીનો અભ્યાસ કરતા યુવાનો નશાના કારોબારમાં હોમાયા; પોકેટ મની અને કમિશનની લાલચે સુરત સુધી પહોંચાડ્યું નેટવર્ક

સુરત: સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે બ્રાઉન શુગરના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. ઓડિશાથી સુરતમાં બ્રાઉન શુગરનો જથ્થો વેચવા આવેલા 3 શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલા આરોપીઓમાંથી 2 યુવાનો ઓડિશામાં એન્જિનિયરિંગ (ITI ઈલેક્ટ્રિકલ)નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે.
પોલીસનું સફળ ઓપરેશન
સચિન પોલીસ મથકની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઓડિશાથી કેટલાક યુવાનો નશીલા પદાર્થો સાથે સુરતમાં પ્રવેશ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને જીબાન, ચિન્મય અને ચંદ્રશેખર નામના ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી બ્રાઉન શુગરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
ઝડપી પૈસા કમાવવાની લાલચ બની કારણ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ત્રણેય આરોપીઓ ઓડિશામાં આઈટીઆઈ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયાના સંપર્ક અને ટૂંકા સમયમાં ઝડપથી પૈસા કમાઈ લેવાની ઘેલછામાં તેઓ આ ગેરકાયદેસર ધંધામાં હોમાયા હતા.
રૂ. 10 થી 15 હજારના કમિશન માટે બન્યા કેરિયર
મુખ્ય સૂત્રધાર ચિન્મય નામના શખ્સે અન્ય સાથીઓને સુરત સુધી ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ રૂ. 10,000 થી 15,000 સુધીનું કમિશન આપવાની લાલચ આપી હતી. આ રકમ અને પોકેટ મનીની લાલચમાં આવીને વિદ્યાર્થીઓ ઓડિશાથી સુરત સુધી નશાનો સામાન પહોંચાડવા માટે તૈયાર થઈ ગયા હતા.
હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ સુરતમાં કોને પહોંચાડવાનું હતું અને આ કારોબાર પાછળ ઓડિશા કે સુરતનું બીજું કયું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
