<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

તિલકવાડાના ઇંદરમા ગામ નજીકથી ફોરવીલ ગાડી સાથે ઇંગ્લીશ દારૂ ઝડપી લેવામાં નર્મદા LCBને મળી સફળતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા LCB પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન તેઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે તિલકવાડા તાલુકાના ઇંદરમા ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરી વોચમાં હતા આ દરમિયાન એક ફોરવીલ ગાડી નંબર  GJ 01 HP 6687 નંબરની ગાડી આવતા પોલીસ સ્ટાફના માણસોને જોઈ ગાડી ચાલક પોતાની ગાડી મૂકી ભાગી નીકળ્યો હતો

   નર્મદા LCB પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમા આગળ અને પાછળની સીટ ઉપર તેમજ ડીકી માં થી ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ મળી આવ્યો નર્મદા LCB પોલીસે ફોરવીલ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ બીયર નંગ 1078 કિંમત રૂપિયા 2,64,556 અને એક ફોરવીલ ગાડી મળી 5,64,556 નો મુદ્દામાલ કબજે કરીને ભાગી ગયેલા વોન્ટેડ આરોપી સાજનભાઈ બાબુભાઈ તડવી (રહે તાલુકો ગરુડેશ્વર )નાઓને વોન્ટેડ જાહેર કરી તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી ભાગી નીકળેલા આરોપીને ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(5:07 PM IST)