News of Thursday, 5th November 2026
વડોદરા સહિત ભારત દેશના ચાર પ્રમુખ શહેરોની ખાસ પસંદગી કરીને પર્યાવરણલક્ષી ક્લાઇમેટ પ્રોજેક્ટ્સ માટે મસમોટા 'ગ્રીન ફાઇનાન્સ'ના કરોડોના ભંડોળ મેળવવાની આંતરરાષ્ટ્રીય સ્તરની ભવ્ય તૈયારીઓ શરૂ
પર્યાવરણ સુધારા અને ગ્રીન એનર્જી મોડેલ માટે વડોદરા પર મુકાયો મોટો આંતરરાષ્ટ્રીય વિશ્વાસ: પ્રોજેક્ટ્સના સ્ફોટક એક્શન પ્લાન સામે આવતાં જ પ્રદૂષણ ફેલાવતા તત્વો અને ભૂમાફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેર અને દેશના પર્યાવરણીય વિકાસના ક્ષેત્રમાંથી એક અત્યંત ચોંકાવનારા, ક્રાંતિકારી અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે! ક્લાઇમેટ ચેન્જના ગંભીર ખતરાઓ સામે શહેરોને સક્ષમ બનાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કેન્દ્ર અને વૈશ્વિક સંસ્થાઓ દ્વારા એક મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ પહેલ હેઠળ દેશના પસંદગીના માત્ર ચાર શહેરોમાં સંસ્કારી નગરી વડોદરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલ હેઠળ દેશનાં ચાર શહેરો વડોદરા, અમદાવાદ, મુંબઈ અને પિંપરી-ચિંચવડની પસંદગી રોકાણ માટે તૈયાર ક્લાઇમેટ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે કરવામાં આવી છે. આ શહેરોમાં આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવી શહેરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા ટેકનિકલ સહાય, નીતિગત માર્ગદર્શન અને નાણાકીય સલાહકાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. C40 Cities દ્વારા NIUA અને IIFCL સાથે મળીને આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે ડેલોઇટ ટેકનિકલ ભાગીદાર તરીકે કામગીરી કરી રહી છે.
વર્કશોપમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉપલબ્ધ ગ્રીન ફાઇનાન્સના વિવિધ વિકલ્પો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ક્લાઇમેટ ફંડ, વિકાસલક્ષી નાણાકીય સંસ્થાઓ અને બજાર આધારિત નાણાકીય સાધનો મારફતે ભંડોળ મેળવવાની શક્યતાઓ સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત ક્લાઇમેટ ફાઇનાન્સ મેળવવામાં નીતિગત, સંસ્થાકીય, નાણાકીય અને વહીવટી સ્તરે આવતા અવરોધો તથા તેને દૂર કરવા જરૂરી સુધારા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
વર્કશોપમાં રોકાણકારો પાસેથી ભંડોળ મળી શકે તેવા નાણાકીય રીતે સક્ષમ પ્રોજેક્ટ્સ તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકાયો હતો. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જોખમોનું મૂલ્યાંકન, પ્રોજેક્ટની તૈયારી અને અમલીકરણની સજ્જતા વધારવા તેમજ શહેરી આયોજન અને માળખાકીય વિકાસમાં આબોહવા પરિવર્તનના પરિબળોનો સમાવેશ કરવા અંગે અધિકારીઓને સમજ આપવામાં આવી હતી.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
