તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 9th September 2026
સુમુલ ડેરીની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાને લઈને ભાજપમાં આંતરિક ખેંચતાણ યથાવત
સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સતત બીજી વખત મોકૂફ: જૂથવાદને કારણે મેન્ડેટ નક્કી કરવામાં વિલંબ

સુરતઃ સુમુલ ડેરીની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાને લઈને ભાજપમાં આંતરિક ખેંચતાણ યથાવત છે. જેના પગલે સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સતત બીજી વખત મોકૂફ રાખવામાં આવી છે. ભાજપમાં ચાલી રહેલા જૂથવાદને કારણે મેન્ડેટ નક્કી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 19માંથી 15 બેઠકો ભાજપ પ્રેરિત પેનલે જીત્યા બાદ પણ પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવામાં વિલંબ થતાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હોવાનું માનવામાં આવે છે. સમગ્ર મામલે આગામી સમયમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
