<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

નર્મદા જિલ્લામાં હવે પગપાળા ચાલવું પણ સુરક્ષીત નથી

સાગબારા અને દેડિયાપાડામાં થયેલા બે અકસ્માતમાં રાહદારી મહિલા અને રાહદારી પુરુષનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં થયેલા બે અકસ્માતમાં એક રાહદારી મહિલા અને પુરુષનું મોત થયું છે.
   મળતી માહિતી મુજબ મરનાર રમીલાબેન જેઠાભાઇ મયચાભાઇ વસાવાની( ઉ.વ.આ.૪૫)( મુળ રહે. ફોકડી તા.નેત્રંગ જી.ભરૂચ હાલ રહે.નિવાલ્દા તા.ડેડીયાપાડા જી.નર્મદા )નાઓ ઘણા સમયથી મગજની બિમારીથી પિડાતા હોય અને ગઇકાલે પણ તેઓ મગજની અસ્થિરતાના કારણે એકલા સાગબારા તરફ નિકળી આવેલા હોય તેઓ સાગબારા નેશનલ હોટલ નજીક આવેલ પુલ પાસે હાઇવે રોડ ઉપર રોડ ક્રોસ કરતા હતા તે વખતે ડેડીયાપાડા તરફથી સાગબારા તરફ જતી એક ફોર વ્હીલ ગાડીના અજાણ્યા ચાલકે તેની ગાડી પુરઝડપે હંકારી લાવી મરનારને અડેફટમાં લઇ રોડ ઉપર ફંગોળી દઇ એકસીડન્ટ કરી તેના માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી તેનું સ્થળ મોત નિપજાવી પોતાનું વાહન લઇ સ્થળ ઉપરથી ભાગી જઇ ગુનો કર્યો હતો.
જ્યારે બીજી ઘટનામા એક અજાણી મોટર સાયકલ જેનો રજી. નંબર ખબર નથી તેના ચાલકે પોતાના કબજામાની મોટર સાયકલ પુરઝડપે હંકારી લાવી મરનાર ગેલાભાઇ દાદલાભાઈ વસાવા (ઉ.વ.પર ) ( રહે .કાકડવા, નવીવસાહત તા-નાંદોદ જી-નર્મદા )નાઓ ચાલતા જતા હતા તે વખતે દેડિયાપાડા સાગબારા હાઈવે રોડ પર
એક્સિડન્ટ કરી નાશી ગયેલ હોય અને મરનારને ગંભીર ઇજાઓ કરતા  તેઓને પ્રથમ સારવાર દેડીયાપાડા સરકારી દવાખાનામા આપેલ અને વધુ સારવાર માટે રાજપીપળા સિવવિલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ, જેઓ તા.૩૧/૦૫/૨૦૨૬ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાથી રજા લઇ ઘરે ગયેલ હતા અને ત્યાં તેમનું મોત નિપજતા બને ઘટના મા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(12:45 AM IST)