News of Thursday, 23rd July 2026
અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિમાં પોલીસ કમિશનર પોતે પણ ફિલ્ડમાં નીકળ્યા :તમામ પોલીસ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપ્યો
નાગરિકોને મુશ્કેલીમાં મદદ કરવા પોલીસ જવાનો, અધિકારીઓને સૂચના: તંત્ર સાથે સંકલન કરી કામગીરી કરી રહ્યાં છીએ તેમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું

અમદાવાદમાં વરસાદની સ્થિતિમાં પોલીસ એલર્ટ મોડમાં આવી છે. અવિરત વરસાદને પગલે શહેરમાં વિવિધ વિસ્તારમાં રોડ-રસ્તા, સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. કેટલાક વિસ્તારમાં વિશાળ ઝાડ ધરાશાયી થયા છે. વાહનોનો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે શહેર પોલીસ પણ નાગરિકોની વહારે આવી છે. પોલીસ કમિશનર પોતે પણ ફિલ્ડમાં નીકળ્યા છે.
તમામ પોલીસ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા તેમણે આદેશ આપ્યો છે. ટ્રાફિકની સમસ્યાનું નિવારણ માટે આદેશ અપાયા છે. તંત્ર સાથે સંકલન કરી કામગીરી કરી રહ્યાં છીએ તેમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું. નાગરિકોને મુશ્કેલીમાં મદદ કરવા પોલીસ જવાનો, અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
