તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સક્રિય:કાર્યાલયનો કર્યો પ્રારંભ : કોંગ્રેસના નેતાઓને જાહેર ડિબેટ માટે ખુલ્લો પડકાર ફેંક્યો
નીતિનભાઈ પટેલ જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ આક્ષેપો કરવાને બદલે જાહેરમાં ચર્ચા કરવા આવે તો ભાજપ અને સરકારનો પક્ષ જનતા સમક્ષ રજૂ કરવા તેઓ તૈયાર છે.

મહેસાણામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિનભાઈ પટેલ ફરી સક્રિય થયા છે. તેમણે એક તરફ 'સોમેશ્વર સેવા તીર્થ' નામથી પોતાના જૂના કાર્યાલયનો ફરી પ્રારંભ કર્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓને જાહેર ડિબેટ માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. નીતિનભાઈ પટેલ જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ આક્ષેપો કરવાને બદલે જાહેરમાં ચર્ચા કરવા આવે તો ભાજપ અને સરકારનો પક્ષ જનતા સમક્ષ રજૂ કરવા તેઓ તૈયાર છે.
મહેસાણા કોંગ્રેસ ભવન ખાતે મહારાષ્ટ્રના એક સાંસદ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર નીતિનભાઈ પટેલ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ છેલ્લાં 25 વર્ષથી માત્ર આક્ષેપો કરતી આવી છે અને હવે તેની પાસે આક્ષેપો કરવા સિવાય કંઈ બચ્યું નથી. તેમણે કહ્યું કે લોકશાહીમાં કોઈ આક્ષેપ કરે તો તેનો જવાબ આપવો અમારી ફરજ અને જવાબદારી છે.
નીતિનભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત કોઈપણ નેતાને જાહેર ચર્ચા માટે પડકાર આપ્યો છે. તેમણે જણાવ્યું કે જરૂર પડશે તો મહેસાણા અથવા અમદાવાદમાં ખુલ્લી ડિબેટ યોજવામાં આવે અને તેમાં તમામ હકીકતો જનતા સમક્ષ મૂકવામાં આવે. નીતિનભાઈ પટેલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને ગુજરાતની જનતાને ગેરમાર્ગે ન દોરવા અપીલ પણ કરી હતી. તેમણે સત્ય ભાજપના પક્ષે હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ નીતિનભાઈ પટેલ મહેસાણામાં પોતાના જૂના કાર્યાલયને 'સોમેશ્વર સેવા તીર્થ' નામથી ફરી શરૂ કર્યું છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા.
નીતિનભાઈ પટેલ જણાવ્યું કે જ્યારે તેઓ મહેસાણાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે આ જ તેમનું કાર્યાલય હતું. અહીં બેસીને તેઓ લોકોની સમસ્યાઓ સાંભળતા અને સેવા કરતા હતા. તેમણે કહ્યું કે હવે આ જ કાર્યાલયના માધ્યમથી ફરી લોકોની સેવા કરવામાં આવશે. કાર્યાલય ફરી શરૂ થતાં સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
