તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પીટલમાં લીવર, પક્ષઘાતની બિમારીમાં ઉત્તમ પરિણામ
વૈદ્ય રાકેશભાઇ ભટ્ટની મહેનત ફળી

રાજકોટ, તા., ૨૫ : અહીં સેકટર રર માં આવેલ સરકારી આયુર્વેદ હોસ્પીટલમાં સામાન્ય અને ગંભીર રોગના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. વૈદ્ય રાકેશભાઇ ભટ્ટ હસ્તકની સારવારમાં પક્ષઘાત, લીવર જેવી ગંભીર બિમારીમાં પણ ઉતમ પરીણામ મળ્યા છે.
મૂળ રાયગઢ, જી. સાબરકાંઠાના વતની વિશાલભાઈ cirrhosis of liver થી પીડિત હતા. દવાઓ ચાલતી હતી. છેલ્લે એવું કહેવામાં આવ્યું કે હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ નથી. તેઓ આયુર્વેદ પાસે આવ્યા. હવે તેમના બધા જ રિપોર્ટ નોર્મલ છે. લીવર સંબંધી કોઈ તકલીફ નથી. હવે તેમને લીવર બદલવાની કોઈ જરૂર જણાતી નથી. તેમનો પરિવાર આયુર્વેદના ગુણગાન ગાતો આનંદમાં છે.
બીજા એક કિસ્સાની એવી માહીતી આપવામાં આવી છે કે કમળાબેન (ઉંમર ૬૦ વર્ષ) રહેવાસી - મુંબઈને ડાયાબીટીસ ૧૦ વર્ષથી છે. દોઢ માસ પૂર્વ સ્ટોક આવતા પક્ષઘાત થતા ચાલવામાં અસમર્થતા આવેલ. તેમને આયુર્વેદ હોસ્પીટલમાં દાખલ કરી. નસ્ય, અભ્યન્ગ, સ્વેદન, શિરોધારા, બસ્તી તથા અન્ય પંચકર્મ અને આયુર્વેદની ઔષધિઓ આપવામાં આવેલ. પરિણામે ડાયાબીટીસ સામાન્ય થયું. પોતાની જાતે ચાલતા થયા. કોઈપણની મદદ વિના પોતાનું કામ જાતે કરતાં થયા. બી.પી. નોર્મલ રહેવા લાગ્યુ તણાવ દૂર થયો છે. (આયુર્વેદ હોસ્પીટલનો ફોન નં. ૦૭૯-ર૩રરરપ૦૯)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
