News of Thursday, 8th October 2026
નવરાત્રી, દીપોત્સવી તહેવારો માટે ગુજરાતભરમાં સુરક્ષા કવચ મજબૂત બનાવવા કવાયત
પોલિસ તંત્ર અને BSFનો બહોળો અનુભવ ધરાવતા મુખ્ય પોલિસ વડા જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિક અને લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયનની આગોતરી તૈયારીઓ માટે હાઈલેવલની બેઠકમાં રણનીતિ ઘડી નવરાત્રીના જાહેર આયોજન, નિયમોના ચુસ્ત પાલન માટે સક્રિયઃ પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ, ક્રાઇમ બ્રાન્ચ હિસ્ટ્રીશીટરો પર બાજનજર રાખશેઃ આંગડિયા પેઢીઓ, સોની બજાર વિગેરેમાં ફૂટ પેટ્રોલિંગ થશે અમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોત, વડોદરા સીપી નરસિંહમાં કોમાર, સુરત ઇન્ચાર્જ સીપી વાંબાગ જમીર, અને રાજકોટ સીપી બ્રાજેશ ઝા ટીમ દ્વારા આખરી ઓપ આપવા ધમધમાટ

રાજકોટ, તા. ૮: પોલીસ તંત્રના તમામ વિભાગો અને બોર્ડર સિકયોરિટી ફોર્સનો વિશાળ અનુભવ ધરાવતા રાજ્યના મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન દ્વારા આગામી નવરાત્રી અને ત્યારબાદ દિપોત્સવી તહેવારો અંતર્ગત ભૂતકાળની ઘટનાઓના એનાલિસિસ બાદ આગોતરું આયોજન કર્યું છે. તહેવારો દરમિયાન બજારોમાં ભીડ વધવાની સાથે કંપનીઓ દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો હોવાથી રોકડની અવરજવર પણ વધે છે. આ ઉપરાંત બેંકો, આંગડિયા મારફતે પણ વ્યવહારો વધતા હોવાથી પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સવારથી બપોરે ૨ વાગ્યા સુધી તેમજ સાંજથી રાત્રે ૯ વાગ્યા સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વાહનો દ્વારા પેટ્રોલિંગ, કોમ્બિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી પણ વધારવામાં આવશે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં આવેલી બેંકો, આંગડિયા પેઢીઓ, ચોકસી બજાર અને ભીડભાડવાળા માર્કેટ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારાશે. સાથે જ શહેરભરના હિસ્ટ્રીશીટર અને અગાઉ ગુનામાં સંડોવાયેલા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરી તેમના રાઉન્ડ શરૂ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. અમદાવાદમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ સંયુક્ત કમિશનર શરદ સિંઘલ, સંયુક્ત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર તેમજ ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સ્થાનિક પોલીસ દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. દરમિયાન CBI બેકગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર કે જેઓ ભૂતકાળમાં રાજ્યના લો એન્ડ ઓર્ડર વડા રહી ચૂકયા છે, તેમના અને રાજકોટ સીપી બ્રજેશ ઝા દ્વારા પણ ચુસ્ત હિસ્ટ્રીશીટરો પર બાજ નજર રાખવા સહિત સોની બજાર જેવા વિસ્તારો અને જાહેર દાંડિયા રાસ માટે પણ નિયમના ચુસ્ત પાલન, સતત પેટ્રોલિંગ માટે તંત્રને સક્રિય બનાવ્યું છે. એડી. સીપી ચૈતન્ય માંડલિક અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા ખૂબ મહત્વની જવાબદારીઓ સંભાળશે. વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરો તથા જિલ્લાઓમાં પણ રેન્જ IG અને જિલ્લા SPને તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી અટકાવવા આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ છે. તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા સાથે ગુનેગારોને કોઈ તક ન મળે તે માટે ગુજરાત પોલીસ દ્વારા અત્યારથી જ સુરક્ષા કવચ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
