<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સુરતમાં અતિ ભારે વરસાદ: આર્મી સહિત રેસ્ક્યૂ ટીમો હાઈ એલર્ટ પર

બે SDRF અને એક NDRFની ટીમને પણ રેસ્ક્યૂ કામગીરી માટે સ્ટેન્ડબાય ફાયર વિભાગની 16 ટીમોને બોટ અને અન્ય જરૂરી બચાવ સાધનો સાથે તૈયાર

સુરતમાં બપોર બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા આર્મીની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત બે SDRF અને એક NDRFની ટીમને પણ રેસ્ક્યૂ કામગીરી માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ફાયર વિભાગની 16 ટીમોને બોટ અને અન્ય જરૂરી બચાવ સાધનો સાથે હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

(6:18 PM IST)