<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

કેમ્‍પસમાં ૨૦ ટકા એરિયામાં રેસ્‍ટોરન્‍ટ-રિટેલ દુકાનો સહિતની સુવિધાની મંજૂરી મળશે

ગુજરાતમાં નોલેજ અને ઈન્‍સ્‍ટિટયૂશનલ ઝોન (KZ1, KZ2, KZ3)ના કેમ્‍પસમાં હવે, ૨૦ ટકા FSI સુધી સપોર્ટ સુવિધાઓની છૂટ અપાશે : શિક્ષણ અને સંસ્‍થાગત ક્ષેત્ર માટે CGDCRના સૂચિત સુધારા જાહેરઃ નોલેજ -ઈન્‍સ્‍ટિટયૂશનલ ઝોન માટે ‘ઝોન-વાઇઝ નેગેટિવ લિસ્‍ટ' લાગુ કરાશે

અમદાવાદ,તા.૧૧: ગુજરાતમાં નોલેજ અને ઈન્‍સ્‍ટિટ્‍યૂશનલ ઝોન (KZ1, KZ2, KZ3)ના કેમ્‍પસમાં હવે, ૨૦ ટકા જ્‍લ્‍ત્‍ સુધી સપોર્ટ સુવિધાઓની છૂટ અપાશે. શિક્ષણ અને આઈટી ક્ષેત્રના સંકુલમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને કર્મચારીઓને કેમ્‍પસની અંદર જ રોજિદી સુવિધાઓ મળી રહે તે માટે સરકારે મંજૂરીના નિયમો હળવા કર્યા છે. જે મુજબ હવેથી નોલેજ ઝોનમાં આવેલી યુનિવર્સિટીઓ, કોલેજો, રિસર્ચ ઈન્‍સ્‍ટિટ્‍યૂટ કે આઈટી પાર્કમાં કુલ વપરાયેલી જ્‍લ્‍ત્‍ના ૨૦ ટકા સુધીના વિસ્‍તારમાં ફૂડ કોર્ટ, રેસ્‍ટોરન્‍ટ, રિટેલ દુકાનો, બેન્‍ક, એટીએમ, કન્‍વેન્‍શન સેન્‍ટર અને હોસ્‍ટેલ-સ્‍ટાફ ક્‍વાર્ટર જેવી સુવિધાઓ ઊભી કરવાની સત્તાવાર છૂટ મળશે. રહેણાક વિસ્‍તારો ઉપરાંત સંસ્‍થાગત વિસ્‍તારોમાં પણ નાના બાળકો માટે ૫૦ ચો.મી. સુધીના ભાગમાં પ્રી-સ્‍કૂલ કે ડે-કેર સેન્‍ટર ચલાવવાની સ્‍પષ્ટ જોગવાઈ કરાઈ છે.

રાજ્‍યમાં શિક્ષણ, આઈટી, સંશોધન અને સંસ્‍થાગત-ઇન્‍સ્‍ટિટ્‍યૂશનલ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાનું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર તૈયાર કરવા અને શૈક્ષણિક સંસ્‍થાઓની સ્‍થાપના પ્રક્રિયા સરળ બનાવવાના હેતુથી ગુજરાત સરકારે CGDCR-2017ના નિયમોમાં પાયાના સુધારા કરવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ડ્રાફટ નોટિફિકેશનમાં ‘નોલેજ ઝોન' અને સંસ્‍થાગત વિસ્‍તારો માટે નવી વ્‍યવહારુ જોગવાઈઓ પ્રસ્‍તાવિત કરાઈ છે. રાજ્‍ય સરકાર દ્વારા કેન્‍દ્ર સરકારના ડી-રેગ્‍યુલેશન સેલની ભલામણોના આધારે શૈક્ષણિક અને સંસ્‍થાગત વિસ્‍તારોમાં પણ ‘જે પ્રવૃત્તિ પર સ્‍પષ્ટ પ્રતિબંધ નથી, તે તમામ પ્રવૃત્તિઓ છૂટપાત્ર છે'નો સિદ્ધાંત અપનાવીને ‘ઝોન-વાઇઝ નેગેટિવ લિસ્‍ટ' દાખલ કરવામાં આવ્‍યું છે.

નોલેજ અને ઈન્‍સ્‍ટિટ્‍યૂશનલ ઝોન માટેના આ સુધારા હાલ પ્રસ્‍તાવિત ડ્રાફટ સ્‍વરૂપે જાહેર કરવામાં આવ્‍યા છે. રાજ્‍યની શૈક્ષણિક સંસ્‍થાઓ, ટ્રસ્‍ટો અને નાગરિકો આ જાહેરનામા સામે પોતાના કોઈ વાંધા કે સૂચનો હોય તો ગેઝેટ પ્રકાશિત થયાના બે મહિનાની અંદર ગાંધીનગર સ્‍થિત શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને લેખિતમાં મોકલી શકશે, ત્‍યારબાદ જ આ નિયમોનો આખરી અમલ થશે.

સૂચિત સુધારા પ્રસ્‍તાવમાં કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લદાશે

શાંત અને શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે નોલેજ ઝોનમાં ભારે ઉદ્યોગો, પ્રદૂષણ ફેલાવતી ફેક્‍ટરીઓ, સ્‍ક્રૈપ પોઈન્‍ટ, કેમિકલ ગોડાઉન અને ભારે માલવાહક વહાન વ્‍યવહાર ધરાવતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ(Negative List) મૂકવામાં આવ્‍યો છે.

યુનિવર્સિટી, આઈટી પાર્ક કે મોટી સંસ્‍થા પોતાના કેમ્‍પસમાં વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ માટે ૨૦ ટકા FSIનો ઉપયોગ કરીને ફૂડ કોર્ટ, રેસ્‍ટોરન્‍ટ અને કેફે, રિટેલ શોપ, સ્‍ટેશનરી અને ડેઈલી નીડ્‍સ સ્‍ટોર બેન્‍ક, એટીએમ અને પોસ્‍ટ ઓફિસ, કન્‍વેન્‍શન સેન્‍ટર અને ઓડિટોરિયમ, વિદ્યાર્થીઓ માટે હોસ્‍ટેલ અને સ્‍ટાફ ક્‍વાર્ટર બનાવી શકાશે.

પ્રસ્‍થાપિત સુધારા ડ્રાફટમાં શૈક્ષણિક-સંસ્‍થાગત બિલ્‍ડિંગોમાં વિદ્યાર્થીઓની સલામતી માટે સુરક્ષા માપદંડો વધુ મજબૂત કરાયા

નવ મીટરથી નાના રસ્‍તાઓ પર મોટી શૈક્ષણિક સંસ્‍થાઓ કે કોલેજોની મંજૂરી મળશે નહીં.

વિદ્યાર્થીઓની મોટી સંખ્‍યા ધરાવતી સંસ્‍થાઓ અને યુનિવર્સિટીઓ માટે ૧૮ મીટર કે તેથી વધુ પહોળા રસ્‍તા હોવા ફરજિયાત બનાવવામાં આવ્‍યા છે

 શૈક્ષણિક અને સંસ્‍થાગત ઇમારતોમાં ઈમરજન્‍સી વખતે ત્‍વરિત બહાર નીકળી શકાય તે માટે બિલ્‍ડિંગની ઊંચાઈ અને ક્ષમતા મુજબ દાદરની પહોળાઈ ૧.૫ મીટરથી ૨.૦ મીટર સુધી રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે.

શૈક્ષણિક સંસ્‍થાઓ અને નોલેજ પાર્ક્‍સમાં વપરાયેલી જ્‍લ્‍ત્‍ના આધારે ચોક્કસ પાર્કિગ સ્‍પેસ છોડવી પડશે. જેમાંથી ૨૦ ટકા જગ્‍યા મુલાકાતીઓ માટે આરક્ષિત રાખવી પડશે

(10:40 AM IST)