News of Friday, 4th September 2026
આણંદમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ: LCB એ પાડેલા દરોડામાં આલ્કોહોલ અને ખાલી બોટલો સહિત ₹૧.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત!
કડક દારૂબંધી વચ્ચે ગેરકાયદે કેમિકલ સ્પિરિટથી કિલર શરાબ બનાવવાનું કૌભાંડ ઉઘાડું: ૫૭૫ લીટર આલ્કોહોલ સ્પિરિટ સાથે ૩ આરોપીઓ સામે કડક કાર્યવાહી

આણંદ : રાજ્યમાં કડક દારૂબંધી અમલમાં હોવા છતાં અસામાજિક તત્વો દ્વારા નવી-નવી તરકીબો અપનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ચોક્કસ બાતમીના આધારે સપાટો બોલાવીને બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. ૧.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે.
બ્રાન્ડેડ બોટલોમાં કેમિકલ આલ્કોહોલ ભરવાનું કૌભાંડ:
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓ બ્રાન્ડેડ વિદેશી દારૂની છાપ ધરાવતી બોટલોમાં કેમિકલ આલ્કોહોલ સ્પિરિટ મિશ્રિત કરીને નકલી દારૂ તૈયાર કરતા હોવાનું સામે આવ્યું હતું. આ નકલી શરાબ લોકોને અસલી તરીકે પધરાવીને મોટી આર્થિક કમાણી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો.
રૂ. ૧.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત:
LCB ની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સ્થળ પરથી ૫૭૫ લીટર કેમિકલ આલ્કોહોલ સ્પિરિટ, દારૂ પેક કરવા માટે રાખવામાં આવેલી ૧,૫૧૪ ખાલી કાચની બોટલો અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. ૧.૩૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આ રેકેટમાં સંકળાયેલા ૩ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
