તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 17th July 2026
સુરતના સાયણ વિસ્તારમાં ‘અરના ક્લિનિક’માંથી પશ્ચિમ બંગાળનો બોગસ ડોક્ટર ઝડપાયો
પોલીસે નકલી ડોક્ટર વિશ્વજીત સરકારની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતના સાયણ વિસ્તારમાં આવેલા 'અરના ક્લિનિક'માં એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસે પશ્ચિમ બંગાળના રહેવાસી એવા ઝોલાછાપ નકલી ડોક્ટર વિશ્વજીત સરકારની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોઈપણ માન્ય ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી પોલીસે મોટી માત્રામાં એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો પણ જપ્ત કર્યા છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
