તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 3rd May 2026
અમદાવાદમાં વેવાઇ વચ્ચેની પારિવારિક માથાકુટ દિકરીના સસરા ઉપર જાહેરમાં પાઇપ-લાકડીથી હુમલોઃ મોત
મૃતક નટુ ઠાકોરના પુત્રના લગ્ન ચાર વર્ષ પહેલા થયેલઃ પુત્રવધુ રિસામણે હોવાથી બંને પક્ષ વચ્ચે તકરાર ચાલતી હતી

અમદાવાદઃ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રાજીવનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. અહીં માથાભારે તત્વોએ બેફામ બનીને નટુ પરમાર નામના વ્યક્તિ પર પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.
અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં માથાભારે તત્વોએ બેફામ બનીને નટુ પરમાર નામના વ્યક્તિ પર પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ સમગ્ર હુમલાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની બર્બરતા સ્પષ્ટ દેખાય છે.
ઘટનાની વિગત મુજબ, આ હત્યા પાછળ પારિવારિક માથાકૂટ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકના પુત્રના લગ્ન ચાર વર્ષ પહેલા માલવિકા નામની યુવતી સાથે થયા હતા, પરંતુ લગ્ન બાદ પુત્રવધૂ રિસામણે પિયર ગઈ હોવાથી બંને પક્ષો વચ્ચે સતત તકરાર ચાલતી હતી.
આ બાબતે ગત 27 એપ્રિલે એક ટોળાએ મૃતકના ઘરે આવીને ધમકી પણ આપી હતી, જે અંગે પોલીસ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ગઈકાલે જ્યારે નટુ પરમાર પાન પાર્લર પર સિગરેટ પીવા ગયા હતા, ત્યારે ઓચિંતા આવેલા હુમલાખોરોએ તેમના પર તૂટી પડી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આનંદનગર પોલીસ સ્ટેશનના PI આર.એસ. પરમાર અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. મૃતકની પત્ની ગીતાબેને આ મામલે ન્યાયની માંગણી કરી છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
