<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વિરમગામના કાંકરાવાડી ગામમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે કૌટુંબિક ધીંગાણું: 10 લોકોને ઈજા: 3 લોકોની હાલત ગંભીર

બંને પક્ષોએ લાકડીઓ, પાઈપ અને અન્ય હથિયારો વડે સામસામે હુમલો કરાયો : ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાંકરાવાડી ગામમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ બે પક્ષો વચ્ચે કૌટુંબિક ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષોએ લાકડીઓ, પાઈપ અને અન્ય હથિયારો વડે સામસામે હુમલો કરતાં ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:30 PM IST)