<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ખેડૂતોએને સરકારની કૃષિ યોજનાનો લાભ લેવા હવે Farmer ID ફરજિયાત

એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે ડિજિટલ ઓળખ: જાણો જરૂરી દસ્તાવેજો અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા

ગુજરાત: ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મહત્વની અને ડિજિટલ પહેલ શરૂ કરી છે. એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં વર્ષ 2026 માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને એક વિશિષ્ટ Farmer ID આપવામાં આવશે, જે ભવિષ્યમાં વિવિધ સરકારી કૃષિ યોજનાઓનો લાભ મેળવવા માટે મહત્વપૂર્ણ બનશે.

 

Farmer ID એ ખેડૂતો માટે આપવામાં આવતો 11 અંકનો વિશેષ ઓળખ નંબર છે. આધાર કાર્ડની જેમ આ ડિજિટલ ઓળખપત્રમાં ખેડૂતની વ્યક્તિગત માહિતી, જમીનની વિગતો તેમજ ખેતી સંબંધિત અગત્યની માહિતી ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત રહેશે.

 

Farmer IDની મદદથી ખેડૂતો રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુ ઝડપથી અને સરળતાથી મેળવી શકશે. તેમાં ખાસ કરીને PM કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, MSP હેઠળ પાક ખરીદી તેમજ e-NAM જેવી સેવાઓનો સમાવેશ થાય 

આધાર સાથે લિંક મોબાઇલ નંબર

જમીનનો સર્વે નંબર અથવા ખાતા નંબર

બેંક ખાતાની વિગતો (પાસબુક અથવા કેન્સલ ચેક)

આ રીતે કરો ઓનલાઈન નોંધણી:

ખેડૂતો નજીકના CSC સેન્ટર પર જઈને અથવા ઓનલાઈન અરજી કરી શકે છે. નોંધણી માટે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર જઈ Create New Account વિકલ્પ પસંદ કરવો. ત્યારબાદ આધાર નંબર અને OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરી નવો પાસવર્ડ સેટ કરવો.

લોગઈન કર્યા પછી વ્યક્તિગત માહિતી અને જમીનની વિગતો ચકાસી સર્વે નંબરના આધારે જમીનનો રેકોર્ડ મેળવવો. તમામ વિગતોની તપાસ કર્યા બાદ આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ-સાઈન પ્રક્રિયા પૂર્ણ કરવી. પ્રક્રિયા પૂર્ણ થતાં એક Enrollment Number જનરેટ થશે, જેને ભવિષ્ય માટે સાચવી રાખવો જરૂરી રહેશે.

(1:58 PM IST)