News of Thursday, 24th September 2026
ધોળકામાં કેમિકલયુક્ત પાણીના વિરોધમાં ખેડૂતોનું એક મહિનાથી આંદોલન યથાવત :ભેટાવાડા સહિત પાંચ ગામોમાં બંધનું એલાન
પાંચ ગામના ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકઠા થઈ APMC ચોકડીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી:15 વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે જમીનને નુકસાન,10 હજાર એકરથી વધુ જમીનને અસર થયાનો ખેડૂતોનો આક્ષેપ

અમદાવાદના ધોળકામાં કેમિકલયુક્ત પાણીના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. 30થી વધુ દિવસથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આજે ભેટાવાડા સહિત પાંચ ગામોમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું ,જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પાંચ ગામના ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકઠા થઈ APMC ચોકડીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી ઘેરાવ કરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે જમીનને નુકસાન થઈ રહ્યું છે અને 10 હજાર એકરથી વધુ જમીનને અસર થઈ છે. રેલીને પગલે APMC અને ત્રાસદ ચોકડી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
