હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ
ડીઝલની અછતના કારણે ખેતીના કામોમાં મુશ્કેલી:તાલુકાના આશરે 210 ગામોના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર: યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે ડીઝલ મેળવવા માટે તેમને સતત ધક્કા ખાવા પડી રહ્યા છે અને પેટ્રોલ પંપ પરથી પણ પૂરતું ડીઝલ આપવામાં આવતું નથી. ડીઝલની અછતના કારણે ખેતીના કામોમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ મામલે નસવાડી તાલુકાના આશરે 210 ગામોના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
