હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th May 2026
વરસાદી કાસ પૂરી દેતા વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા બાબતે ખેડૂતો એ નાંદોદ મામલતદારને કરી રજૂઆત
ચોમાસામાં અમારા ખેતરોમાં તળાવ જેવા પાણી ભરાઇ જાય છે. અને આશરે ૧૫ થી ૨૦ એકર જેટલી ખેતીમાં વાવેલા પાકને મોટુ નુકશાન થાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: જીતનગર સીમમાં આવેલી જમીનમાં ખેતી કરતા ખેડૂતો એ વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા નાંદોદ મામલતદારને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ અમારી ખેતીની જમીન જીતનગરની સીમમાં આવેલી છે અમારા ખેતરની બાજુમાં શ્રી રામ હેરીટેઝ સોસાયટી વાવડી રોડ પર આવેલી છે. પહેલાં ત્યાંથી રોડની બાજુમાંથી વરસાદી પાણીની ખુલ્લી કાસ હતી અને ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો. પરંતુ સોસાયટીના બિલ્ડર દ્વારા આ વરસાદી પાણીની કાસ પર નાની સાઈઝની સિમેન્ટની પાઇપ નાખી કાસને પૂરી દેતા દર ચોમાસામાં અમારા ખેતરોમાં તળાવ જેવા પાણી ભરાઇ જાય છે. અને આશરે ૧૫ થી ૨૦ એકર જેટલી ખેતીમાં વાવેલા પાકને મોટુ નુકશાન થાય છે. તો આપને અમારી નમ્ર અરજ છે કે, કાયદાકીય પગલાં ભરી આ વરસાદી પાણીની કાસને ખુલ્લી કરાવી અપાવશો.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
