તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
દિયોદર, થરાદ, સુઈગામ અને ભાભર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં રાહતની લાગણી
મગફળી, બાજરી, જુવાર અને કઠોળ સહિતના પાકને વધુ વરસાદની જરૂરિયાત: આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેતીના પાકને મોટો ફાયદો થઈ શકે

વાવ-થરાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. દિયોદર, થરાદ, સુઈગામ અને ભાભર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં રાહત જોવા મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે વરસાદનું આગમન મહત્વનું બન્યું છે. હાલ મગફળી, બાજરી, જુવાર અને કઠોળ સહિતના પાકને વધુ વરસાદની જરૂરિયાત છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેતીના પાકને મોટો ફાયદો થઈ શકે છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, ત્યારે ફરી વરસાદ થતાં પાકને જીવતદાન મળવાની આશા જાગી છે. હવે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
