<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ડભોઈ APMC ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ ધરણા સાથે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા

ખેડૂતોએ પોતાના વિરોધ પ્રદર્શનને ચાલુ રાખતા રાત્રિ દરમિયાન પણ ભજન-કીર્તન ધૂન ગાઈને સરકાર સામે અનોખી રીતે આક્રોશ વ્યક્ત કર્યો

વડોદરા જિલ્લાના ડભોઈમાં વિવિધ પડતર માંગણીઓને લઈને ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ડભોઈ APMC ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ ધરણા સાથે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોએ પોતાના વિરોધ પ્રદર્શનને ચાલુ રાખતા રાત્રિ દરમિયાન પણ ભજન-કીર્તન ધૂન ગાઈને સરકાર સામે અનોખી રીતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ રાત્રિ વિરોધ પ્રદર્શન દ્વારા ખેડૂતોએ વહેલી તકે તેમની ન્યાયિક માંગો સંતોષવા માટે સરકારને આગ્રહભરી અપીલ કરી છે.

(1:08 AM IST)