તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ અને ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ: આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી
જમીન સંપાદન અને વળતર પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતોનો વિરોધ:ખેડૂતોના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ અને ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદન અને વળતર પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો એકજૂથ થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતોના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. ખેડૂતોની માંગ છે કે જમીન સંપાદનની પ્રક્રિયા નિયમો મુજબ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય તથા વાજબી વળતર ચૂકવવામાં આવે. જો માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
