<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

આગામી 26 જૂનથી વ્રજવાણીથી દ્વારકા સુધી યોજાશે ખેડૂત અધિકાર યાત્રા

કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબલિયા દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અને જમીન સંપાદનના મુદ્દે સરકાર સામે ભારે આક્રમક વલણ

કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબલિયાએ ખેડૂતોના પડતર પ્રશ્નો અને જમીન સંપાદનના મુદ્દે સરકાર સામે ભારે આક્રમક વલણ અપનાવતા મોટું નિવેદન આપ્યું છે કે, ખેડૂત અને કોંગ્રેસ એ સિક્કાની બે બાજુ છે અને અમારું આ આંદોલન માત્ર રાજકારણ માટે નહીં પરંતુ ખેડૂતોની સાચી રાજનીતિ અને હક માટે છે. વર્ષ 2017થી ખેડૂતોના હિત માટે લડત ચલાવી રહેલા આંબલિયાએ આક્ષેપ કર્યો છે કે, સરકાર જાણીજોઈને ખેડૂતોને આર્થિક નુકસાન થાય તેવા જમીની રૂટ પસંદ કરે છે, જેથી માર્કેટ ભાવ કરતાં 4 ગણું વળતર આપવું જોઈએ અને વન ટાઈમ સેટલમેન્ટ હેઠળ જ્યાં સુધી 2 કરોડ ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાના સંકલ્પ સાથે આગામી 26 જૂનથી વ્રજવાણીથી દ્વારકા સુધી એક ભવ્ય પદયાત્રા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

(11:29 PM IST)