<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

વડોદરાના વાઘોડિયાના જેપુરા ગામે દેવ સિંચાઈની નવીન કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં તુવેર, વાલ, મકાઈ અને પપૈયા સહિતના શિયાળુ પાકને નુકસાન:કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનેલી કેનાલ તૂટતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠ્યા

વડોદરાના વાઘોડિયાના જેપુરા ગામે દેવ સિંચાઈની નવીન કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં તુવેર, વાલ, મકાઈ અને પપૈયા સહિતના શિયાળુ પાકને નુકસાન થયું છે. કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનેલી કેનાલ તૂટતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊઠ્યા છે. ખેડૂતોએ હલકી ગુણવત્તાનું કામ કરાયું હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.

(6:50 PM IST)