<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

વાવ-થરાદમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

છેલ્લા છ મહિનાથી ઇઢાટા, પ્રતાપપુરા, લોરવાડા અને જમડા કેનાલમાં પાણી બંધ હોવાથી એક હજારથી વધુ ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી

વાવ-થરાદમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા છ મહિનાથી ઇઢાટા, પ્રતાપપુરા, લોરવાડા અને જમડા કેનાલમાં પાણી બંધ હોવાથી એક હજારથી વધુ ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલનું રિપેરિંગ કામ લાંબા સમયથી અધૂરું છે. બીજી તરફ, વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.

(8:38 PM IST)