તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
નર્મદામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન...
ચીકદા તાલુકાના બેડવાણ ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર : ત્રણ-ત્રણ દિવસથી રાહ જોવા છતાં ખાતર નહીં મળ્યાનો આક્ષેપ

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચીકદા તાલુકાના બેડવાણ ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી લાંબી લાઇનમાં ઊભા રહે છે, છતાં પણ તેમને ખાતર મળતું નથી.
ખેડૂતોનો આક્ષેપ છે કે દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચે છે, પરંતુ માત્ર 50થી 60 ખેડૂતોને જ યુરિયા ખાતર આપવામાં આવે છે, જ્યારે બાકીના ખેડૂતોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે અને ખાતર વિતરણ દરમિયાન ઝઘડાની ઘટનાઓ પણ સામે આવી રહી હોવાનું જાણવા મળે છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેટલાક આગેવાનોએ આવેદનપત્ર આપી ચીકદા તાલુકામાં અલગ ખાતર ડેપો ફાળવવાની માંગ પણ કરી હતી, જેથી ખેડૂતોને નજીકમાં અને સમયસર ખાતર મળી રહે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સિઝન દરમિયાન તેઓ પોતાના દૈનિક કામકાજ છોડીને માત્ર ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. હવે પ્રશ્ન એ છે કે ખેડૂતોને સમયસર યુરિયા ખાતર મળશે કે પછી તેઓ આવી જ મુશ્કેલીઓનો સામનો કરતા રહેશે
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
