તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
બનાસકાંઠા જિલ્લાનો દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં સમાવેશ ન કરતા ખેડૂતોમાં નારાજગી
દાંતીવાડા ડેમમાં માત્ર 23% પાણી તો સીપુ ડેમ 3 ટકા પાણી: ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, દાંતા,પાલનપુર વડગામ સહિતના પંથકોના ખેડૂતોના જીવ પડીકે બંધાયા

બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં સમાવેશ ન કરતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. જિલ્લામાં વરસાદની અછતને પગલે ભૂગર્ભ જળનું નીચું ગયું છે તેવામાં શિયાળુ અને ઉનાળુ વાવેતર કરવું કેવી રીતે તેને લઇ ખેડૂતો ચિંતામાં પ્રસરી છે દાંતીવાડા ડેમમાં માત્ર 23% પાણી તો સીપુ ડેમ 3 ટકા પાણી છે . ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, દાંતા,પાલનપુર વડગામ સહિતના પંથકોના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે . પશુપાલનનો વ્યવસાયને પણ જળ સંકટ મોટી અસર થઈ છે .
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
