News of Thursday, 8th October 2026
પંચમહાલના જાંબુઘોડાના ઝબાણ ગામે ગમખ્વાર અકસ્માત: બે પદયાત્રીઓનાં કરૂણમોત :નવ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશથી પાવાગઢ તરફ આવી રહેલા પદયાત્રીઓને ટેન્કર ચાલકે અડફેટે લીધા: સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પદયાત્રીઓ સાથે અથડાયું

પંચમહાલના જાંબુઘોડાના ઝબાણ ગામે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે પદયાત્રીઓનાં મોત થયા છે, જ્યારે નવ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. મધ્યપ્રદેશથી પાવાગઢ તરફ આવી રહેલા પદયાત્રીઓને ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા. સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પદયાત્રીઓ સાથે અથડાયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જાંબુઘોડા પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
