તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
થરાદ-લાખણી હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટરનું કરૂણમોત
થરાદ-લાખણી હાઇવે પર કરણાસર નજીક મર્સિડીઝ અને ટાટા ટિયાગો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું મોત થયું

વાવ-થરાદ વિસ્તારમાં આવેલા થરાદ-લાખણી હાઇવે પર કરણાસર નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ કાર અને ટાટા ટિયાગો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં લાખણી ગામના રહેવાસી અને બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું મોત થયું હતું. ટક્કરના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ તેમની સ્થિતિ નાજુક બની ગઈ હતી. સાથે જ કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ ધુડાભાઈ પટેલના નિધનથી પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લાખણી વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં વાહનોની ઝડપ અને કાબૂ ગુમાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે વધુ તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
