તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
દેડિયાપાડાના ગુલ્દાચામ ગામમાં નજીવી બાબતે પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય એમ લાગી રહ્યું છે કેમ કે એક બાદ એક ઘરફોડ ચોરી અને હત્યાની ઘટના બનતા જાણે લોકોને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો ત્યારે પોલીસે આ મામલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવી પડશે.
મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના ગુલ્દાચામ ગામમાં પિતાએ પુત્રની હત્યાની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના ગુલ્દાચામ પટેલ ફળીયામાં રહેતા મરનાર મનિષભાઇ મોહનભાઇ વસાવા (ઉ.વ. આ.૩૫ )નાઓને હત્યા કરનાર પિતા મોહનભાઇ ડુંગરીયાભાઇ વસાવા રહે. ગુલ્દાચામ, પટેલ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓ પાસે મરનાર પુત્ર એ પાણી તથા જમવાનુ માગતા પિતા મોહનભાઈ એ કહેલ કે, હું ખેતરમાંથી આખો દિવસ કામ કરીને થાકીને આવેલ છું. જમવાનુ ઘરમાં પડેલ છે તુ જાતે કાઢીને ખાઇ લે તેમ કહેતા મરનાર પુત્ર ઉભો થઇને પિતા ને અચાનક બે તમાચા મારી દેતા પિતા એકદામ ઉશ્કેરાઇને ઘરમાં પડેલ કુહાડી વડે મરનાર પુત્રને મોઢાના ભાગે તથા દાઢીના ભાગે તથા કપાળના ભાગે ઘા મારેલ અને માથાના ભાગે મુંદર મારી જીવલેણ ઇજાઓ કરી સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે પિતા મોહનભાઇ ડુંગરીયાભાઇ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લામાં કાયદો, વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી છે..?! કેમ કે ઘરફોડ ચોરી અને હત્યાની ઘટનામા થતો વધારો જોતા જાણે કાયદાનો કોઈ ડર જ નથી, પહેલા ગરૂડેશ્વર ના લીમડી ગામમાં હત્યા થઈ અને હાલમાં દેડિયાપાડાના ગુલ્દાચામ ગામમાં હત્યા થતા તાજેતરમાં જ બે હત્યાની ઘટના બનતા પોલીસ પ્રશાસન પર સવાલ ઉઠ્યા છે. એજ રીતે જિલ્લામાં એક બાદ એક ઘરફોડ ચોરીની ઘટના પણ બની રહી છે માટે પોલીસ સ્થિતિ સુધારવા પ્રયાસ કરે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
