<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં મોલની દીવાલ મકાન પર ધરાશાયી થતાં પિતા-પુત્રના કરૂણમોત : બે મહિલાઓનો બચાવ

કાચા મકાન પર ધરાશાયી થતાં એક જ પરિવારના ચાર લોકો દબાયા હતા

 

ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં સિઝનના પ્રથમ જ વરસાદ દરમિયાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની દીવાલ નજીકના કાચા મકાન પર ધરાશાયી થતાં એક જ પરિવારના ચાર લોકો દબાયા હતા. ઘટનામાં 21 વર્ષીય પુત્ર અને તેના પિતાનું મોત થયું છે, જ્યારે બે મહિલાઓનો બચાવ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને અધિકારીઓ તેમજ બિલ્ડર પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે.

(1:48 PM IST)