<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ઘનખેતર ગામે થયેલ પુત્રના ખુનના ગુનાના હત્યારા પિતાને ગણતરીના કલાકોમાં ડેડીયાપાડા પોલીસે દબોચી લીધો

નજીવી બાબતે પિતાએ પોતાના સગા પુત્રની કુહાડીના ઘા મારી હત્યા કરતા ગામમાં અરેરાટી ફેલાઈ

( ભરત શાહ દ્વારા ), નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ધનખેતર ગામમાં નજીવા ઝઘડામાં સગા પિતાએ જ પુત્રની હત્યા કરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા દેડિયાપાડા પોલીસે હત્યારા પિતાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
   મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા રાજપીપલા વિભાગ, રાજપીપળા નાઓ દ્રારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ શોધી કાઢવા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૦૪/૦૭/૨૦૨૬ ના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ખૂનનો ગુનો, જે ગુનામાં ફરીયાદી ઉર્મિલાબેન વા/ઓફ નુરજીભાઇ ઉબડીયાભાઇ વસાવા (રહે. ધનખેતર તા.ડેડીયાપાડા જી.નર્મદા )નાઓ ફરીયાદ આપેલ કે, તા.૦૨/૦૭/૨૦૨૬ ના રોજ જાડિયાભાઇ ઉબડીયાભાઇ વસાવા રહે ઘનખેતર તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓએ પોતાનો દિકરો હેમંતભાઇ જાડિયાભાઇ વસાવા નાઓ ઘરની અંદર જ ના પાડવા છતા કુદરતી હાજતે બેઠેલ હોય જે બાબતે ઝઘડો કરી ગરદનના ભાગે તથા ડાબા હાથના બાવળાના ભાગે કુહાડી વડે જીવલેણ ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો આચરેલ હોય જે ગુનો દાખલ થતા વાય.એસ.શિરસાઠ, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓએ તાત્કાલીક તપાસ હાથ ધરી જે ગુનામાં સંડોવાયેલ આરોપી જાડિયાભાઇ ઉબડીયાભાઇ વસાવા (રહે. ઘનખેતર તા.ડેડીયાપાડા જી.નર્મદા)ને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:16 PM IST)