News of Wednesday, 15th April 2026
દરેક ચિત્રોના રંગ જીવંત થયાની અનુભૂતિ સાથે , હૃદયમાં આનંદ અને આનંદની અનુભૂતિ : સિનિયર IPS અજય ચૌધરી
વિશ્વની આર્ટ ગેલેરીઓમાં જેમના ચિત્રો ગુજરાતની આન, બાન અને શાન વધારી રહ્યા છે, તેવા લાખો ફોલોર્સ ધરાવતા એડિશનલ ડીજીપીના Instragram પર દિલથી તારીફ થતા કલાકારો આફ્રિન

રાજકોટ તા. પોલીસ તંત્રના સિનિયર IPS અને સામાન્ય લોકો, સિનિયર સિટીઝન, બાળકો, વડીલો અને મહિલાઓના પ્રશ્નો ખરા અર્થમાં જાગળત એવા CID ક્રાઇમના એડિશનલ ડીજીપી લેવલના અજય ચોધરી ફરજના સમય પછી કલાની દુનિયામાં વ્યસ્ત બની જાય છે, અને આ તેમનો એક માત્ર શોખ છે. તેઓ માને છે કે આપણી પાસે સત્તા છે, એટલે લોકો માન આપે છે, પરંતુ સારા અને સજ્જન લોકોને ભીડમાંથી ઓળખી તેમની સાથે સારું વર્તન રાખીશું તો કાયમ દિલથી લાગણી રાખશે, અને આ ખરી લાગણીનો પડઘો માઉથ પબ્લિસિટીમાં પરિણમશે. આવા સુંદર સ્વભાવના આ IPSના ચિત્રો વિશ્વની આર્ટ ગેલેરીમાં ગુજરાતની આન, બાન અને શાન વધારી રહ્યા છે, જેમના એબ્સ્ટ્રેકટ આર્ટ પર બોલિવૂડની સુપ્રસિદ્ધ અભિનેત્રી શિલ્પા શેટ્ટીથી હોલીવુડની હસ્તીઓ આફ્રિન છે, તેવા આ IPS દ્વારા અમદાવાદ શહેરના દિવ્ય ભાસ્કર આર્ટ ડે સેલિબ્રેશન અંતર્ગત શહેરના સર્જનાત્મક અને કલાત્મક રંગોના એક્ઝિબિશન જોયા પછી પોતાની સાંજ સુધારવા સાથે યાદગાર બન્યાનું અને દરેક પર પેન્ટિંગના રંગો જીવંત થયાંની અનુભૂતિ સાથે દિલ ગાર્ડન થયાની પ્રતિક્રિયા પોતાના વિશાળ ફ્લોઓર્સ ધરાવતા X ઈન્સ્ટાગ્રામ પર આપતા કલાકારો ખૂબ હર્ષ પામ્યા છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
