News of Monday, 29th June 2026
વડોદરાના મજલપુરના મહિલા પીએસઆઇ મલ્લિકા પરમાર અને એએસઆઇ જયકિશન ગામેતીને સસ્પેન્ડ કરાયા
મારામારીના એક કેસમાં આરોપીને હેરાન ન કરવા અને જામીનની પ્રક્રિયા ઝડપથી પતાવવા લાંચ માંગી હતી

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ (PSI) મલ્લિકા પરમાર અને એએસઆઈ (ASI) જયકિશન ગામેતીને લાંચ કેસમાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના એક કેસમાં આરોપીને હેરાન ન કરવા અને જામીનની પ્રક્રિયા ઝડપથી પતાવવા માટે ₹25,000ની લાંચ માંગવામાં આવી હતી, જેમાં રકઝકના અંતે ₹10,000 નક્કી થયા હતા
પીએસઆઈ મલ્લિકા પરમારના કહેવાથી વહીવટદાર ASI જયકિશન ગામેતી જ્યારે લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
એસીબીની કાર્યવાહી બાદ મહિલા પીએસઆઈ મલ્લિકા પરમાર ધરપકડના ડરે મેડિકલ લીવ (બીમારીની રજા) પર ઉતરીને ફરાર (અંડરગ્રાઉન્ડ) થઈ ગયા છે. એસીબીની અલગ-અલગ ટીમો દ્વારા હાલ તેમની શોધખોળ ચાલુ છે
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
