તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
વિરમગામમાં જુનાપાધર ગામે ભીષણ આગ: રહેણાંક મકાન પાસે રાખેલા 1000થી વધુ ઘાસના પૂળા બળીને ખાખ
આગના બનાવની જાણ થતાં સરપંચ અને તલાટી ઘટનાસ્થળે પહોચ્યાં: વિરમગામ પાલિકાની ફાયરની ટીમ આગ બુઝાવવા કામે લાગી.

અમદાવાદના વિરમગામમાં જુનાપાધર ગામે વિકરાળ આગ ભભૂકી ઉઠી છે, રહેણાંક મકાન પાસે રાખેલા ઘાસના પૂળામાં આગ ભભૂકી હતી અંદાજે 1000થી વધુ ઘાસના પૂળા બળીને ખાખ થતાં મોટુ નુકસાન હટ્યું છે. આગની ઘટનાથી સમગ્ર જુનાપાધર ગામમાં અફરાતફરી મચી હતી આગના બનાવની જાણ થતાં સરપંચ અને તલાટી ઘટનાસ્થળે પહોચ્યાં હતા. વિરમગામ પાલિકાની ફાયરની ટીમ આગ બુઝાવવા કામે લાગી છે . આગનું કારણ અકબંધ છે આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
