<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

લેબર પ્રેકટીશનર્સ અને ટ્રેડ યુનિયનનો ઉગ્ર દેખાવોઃ લેબર અને ઇન્‍ડસ્‍ટ્રીયલ કોર્ટોમાં સતત ત્રીજા દિવસે હડતાલની કામગીરી ઠપ્‍પ

શ્રમભવન-અપનાબજાર-બહુમાળી બિલ્‍ડીંગ નજીક વકીલોના સુત્રોચ્‍ચારઃ મીટીંગોનો ધમધમાટ

અમદાવાદ, તા. ૧૬: ગુજરાતમાં નવા લેબર કોડની વિવાદીત જોગવાઈઓના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા ગુજરાત રાજયની તમામ લેબર કોર્ટો અને ઇન્‍ડસ્‍ટ્રીયલ કોર્ટોના વકીલોના આંદોલનને પગલે આજે સતત ત્રીજા દિવસે અમદાવાદ સહિત રાજયભરની લેબર કોર્ટો અને ઈન્‍ડસ્‍ટ્રીયલ કોર્ટોમાં કોર્ટ કામગીરી ઠપ્‍પ હક્કો અને તેમની નોકરીની સુરક્ષા સહિતના મુદ્દાઓનું લઈ વકીલોએ શ્રમ ભવન અને અપનાબજાર બહુમાળી બિલ્‍ડીંગ બહાર ઉગ્ર દેખાવો અને સૂત્રોચ્‍ચારના વિરોધદર્શક કાર્યક્રમો યોજયા હતા.

જેઆજે વિવિધ ટ્રેડ યુનિયન્‍સ અને લેગર લોઝ પ્રેકટીશનર્સ એસોસીએશન, ઓલ ગુજરાત લેબર લોઝ પ્રેકટીશનર્સ ફેડરેશનના વકીલ આગેવાનોની બેઠકોનો દોર ચાલ્‍યો હતો. જેમાં આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને જલદ કાર્યક્રમો આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં અમદાવાદ ભદ્ર કોર્ટથી ગાંધીનગર સુધી વકીલોની વિશાળ બાઇક રેલી યોજવાનો આヘર્યજનક કાર્યક્રમ આપવાનું પણ વિચારાઈ રહ્યું છે અને તેમાં રાજયભરમાંથી વકીલોને જોડાવવા માટે ખૂબ મોટી સંખ્‍યામાં આમંત્રણ આપવામાં આવશે. સાથે સાથે જિલ્લા-તાલુકા કક્ષાએ તમામ સત્તાધીશોને આવેદનપત્ર આપવાની તજવીજ પણ ચાલી રહી છે.

રાજયભરમાં લેબર કોર્ટો અને ઈન્‍ડસ્‍ટ્રીયલ કોર્ટો અને ટ્રિબ્‍યુનલ્‍સના વકીલોની અચોક્કસ મુદતની હડતાળને પગલે ગરીબ મજૂરો, રોજમદારો, કામદારોના હજારો કેસોને અસર થઈ છે અને લેબર કોર્ટો તેમ જ ઇન્‍ડસ્‍ટ્રીયલ કોર્ટોમાં ન્‍યાયિક કામગીરી બિલકુલ ઠપ્‍પ થઈ ગઈ છે. આજે પણ વકીલો દ્વારા દેખાવો, ધરણાં અને સૂત્રોચ્‍ચારના કાર્યક્રમ ચાલુ રાખવાનું એલાન આપવામાં આવ્‍યું છે. તો, આ અંદોલનમાં અમદાવાદ શહેર સહિત રાજયના વિવિધ બાર એસોસીએશનોને જોડાવવા માટે પત્ર લખી સામેલ થવા અનુરોધ કરવામાં આવશે અને સમગ્ર આંદોલનને રાજયવ્‍યાપી બનાવવાની દિશામાં કવાયત ચાલી રહી છે.

બીજીબાજુ, નોટરીઓ પાસેથી પણ સોગંદનામાં કરવા સહિતની સંબંધિત સત્તાઓ લઈ મામલતદાર-તલાટીને આપી દેવાથી માંડી નોટરી ટિકિટ મેળવવામાં પડતી હાલાકી સહિતના મુદ્દે ન્‍યુ નોટરી ચેરીટેબલ એસોસીએશન દ્વારા સરકારને હડતાળની ચીમકી આપવામાં આવી છે ત્‍યારે સરકાર તરફથી આજે એસોસીએશનના હોદ્દેદારોને એક મેલ મોકલી તેમની સમસ્‍યાઓ પરત્‍વે હકારાત્‍મક નિર્ણય લેવાની હૈયાધારણ આપવામાં આવી હતી.

 

(11:51 AM IST)