<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

સુરતના પૂણા પાટિયા રોડ પર બે જૂથ વચ્ચે મારામારી:રોડ પર ટ્રાફિકની વચ્ચે ભારે બબાલ થતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ

જાહેર રસ્તા પર કેટલાક શખ્સો એકબીજા સાથે મારામારી કરતા રસ્તા પર વાહનોની અવરજવર ખોરવાઈ

સુરતના પૂણા પાટિયા રોડ પર બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. રોડ પર ટ્રાફિકની વચ્ચે જ બંને જૂથના લોકો સામસામે આવી જતાં ભારે બબાલ સર્જાઈ હતી. જાહેર રસ્તા પર કેટલાક શખ્સો એકબીજા સાથે મારામારી કરતા નજરે પડ્યા હતા. ઘટનાને કારણે રસ્તા પર વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વ્યસ્ત માર્ગ પર થયેલી આ બબાલને પગલે લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. જોકે, બંને જૂથ વચ્ચે મારામારી કયા કારણોસર થઈ અને ઘટનામાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. સમગ્ર મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

(7:37 PM IST)