તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
દાહોદમાં ગોધરા રોડ પર આવેલા સાંસીવાડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી ;ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
નજીવી માથાકૂટ બાદ મામલો ઉગ્ર બનતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા: પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો

દાહોદમાં ગોધરા રોડ પર આવેલા સાંસીવાડ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. નજીવી માથાકૂટ બાદ મામલો ઉગ્ર બનતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ધીંગાણું સર્જાયું હતું. આ મારામારીમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, આ મામલે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
