તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
સુરતના નવાગામ વિસ્તારમાં BRTS બસમાં બે વ્યક્તિઓ વચ્ચે મારામારી
બસમાં જ બંને વચ્ચે થયેલી મારામારી બાદ ડ્રાઈવરે બસને જાહેર રોડની વચ્ચે ઊભી રાખી દીધી

સુરતના નવાગામ વિસ્તારમાં BRTS બસમાં બે વ્યક્તિઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બસમાં જ બંને વચ્ચે થયેલી મારામારી બાદ ડ્રાઈવરે બસને જાહેર રોડની વચ્ચે ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ ડ્રાઈવર બસમાંથી નીચે ઉતરી બંને વ્યક્તિઓને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રોડની વચ્ચે BRTS બસ ઊભી રહેતાં વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જાહેર માર્ગ પર બસ ઊભી રાખવાની ઘટનાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
