<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ડ્રગ્‍સ માફિયાઓને ભરી પીવા AI આધારીત NARIT સોફટવેર સાથે મેદાને જંગમાં ઉતરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્‍ય છેઃ જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક

આધુનિક સોફ્‌ટવેર દ્વારા ડ્રગ્‍સના ઇન્‍ટરનેશનલ કનેકશન, નાણાકીય વિગતો સહીત કાળા કરતુતોની વિગતો માત્ર સ્‍થાનિક સ્‍તર સુધી મર્યાદિત રહેવાને બદલે ઈન્‍ટરનેશનલ ડેટાબેઝ તૈયાર કર્યા છે : છેલ્લા ૫ વર્ષથી ૩૭૦૦ થી વધુ કેસ કર્યા છે, ૫૩૪૬ ડ્રગ્‍સના આરોપીઓને અમે જેલમાં ધકેલી દીધા છે, BSF બેક ગ્રાઉન્‍ડ ધરાવતા મુખ્‍ય પોલિસ વડા તૈયારીઓની ભીતરી કથા વર્ણવે છે

રાજકોટ તા.૨૭: ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ માટે આજ ફર્સ્‍ટ પ્રાયોરીટી ડ્રગ્‍સ માફિયાઓને નાથી, પેડલરોનું નેટવર્ક છીન્ન ભિન્ન કરવાનું છે,,અને આ અમારો ઈરાદો માત્ર સૂત્ર પૂરતો સીમિત રહેવાને બદલે  પરિણામલક્ષી કામગીરી કરી છે, જે છે જેના આંક નિહાળી આપને મહેસુસ થયા વગર રહેશે નહિ તેમ NSF બેક ગ્રાઉન્‍ડ ધરાવતા ગુજરાતના મુખ્‍ય પોલીસવડા જી એસ. મલ્લિકે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક નશામુકત ગુજરાત અંતર્ગત તા.૧૭ થી ૨૬ સુધીના લોક જાગળતિ માટે મુખ્‍ય દિવસે ઓન લાઈન શપથ વિધીમાં લોકો મોટી સંખ્‍યામા જોડાતા પ્રજા અને પોલીસના સહ્યારા પ્રયાસોની પ્રસંશા કેરી હતી.

નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા પાંચ વર્ષની વિગતો આપતા રાજ્‍યના પોલીસ વડા જી.એસ. મલિકે જણાવ્‍યું હતું કે ગુજરાત સરકારે ડ્રગ્‍સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્‍સની નીતિ માત્ર કાગળ પર નહીં પણ વાસ્‍તવિક રીતે કડકાઈથી અમલી બનાવી છે.આ સમયગાળા દરમિયાન રાજ્‍યમાં ડ્રગ્‍સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ ૩૭૦૦થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા ૫૩૪૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્‍યા છે.

આધુનિક યુગના ડ્રગ માફિયાઓ ડિજિટલ અને અત્‍યાધુનિક નેટવર્કનો ઉપયોગ કરે છે ત્‍યારે તેમની સામે જીતવા માટે ગુજરાત પોલીસે પણ હાઈટેક હથિયાર અપનાવ્‍યું છે.ડ્રગ્‍સના ગુનેગારોની પ્રોફાઈલિંગ અને કનેક્‍શન ટ્રેકિંગ માટે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ આધારિત NARIT સોફ્‌ટવેર તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્‍ય બન્‍યું છે.આ સોફ્‌ટવેરની મદદથી પકડાયેલા ગુનેગારોના ભૂતકાળના રેકોર્ડ્‍સ, તેમના આંતરરાષ્‍ટ્રીય કનેક્‍શન્‍સ, નાણાકીય વ્‍યવહારો અને ડાર્ક વેબના તારને સેકન્‍ડોમાં સ્‍કેન કરીને ઇન્‍ટેલિજન્‍સ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. તપાસમાં માત્ર સ્‍થાનિક પેડલર સુધી સીમિત ન રહેતા, ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ‘‘ટોપ ટૂ બોટમ એપ્રોચ'' અપનાવાયો છે.

આ વ્‍યૂહાત્‍મક ઓપરેશન્‍સ અંતર્ગત પોલીસે આશરે રૂ.૧૩૬૦૦ કરોડથી વધુ કિંમતનો ૧.૩૬ લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્‍સનો જથ્‍થો જપ્ત કરીને આંતરરાષ્‍ટ્રીય સ્‍મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે.ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્‍ય બન્‍યું છે જેણે સત્તાવાર રીતે ડ્રગ રિવોર્ડ પોલિસી અમલી બનાવી છે.આ નીતિ હેઠળ ડ્રગ્‍સના મોટા નેટવર્કને ખુલ્લા પાડનારા અને કરોડોનો જથ્‍થો પકડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ ચોક્કસ બાતમી આપનારા સામાન્‍ય નાગરિકો બાતમીદારોને આર્થિક પ્રોત્‍સાહન આપવામાં આવે છે.પોતાના જીવના જોખમે આંતરરાષ્‍ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સરકારે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવાની નીતિ અપનાવી છે.

ડ્રગ્‍સના આંતરરાષ્‍ટ્રીય તાર અને સપ્‍લાય ચેઈનને તોડવા ખાસ એન્‍ટી નાર્કોટિક્‍સ ટાસ્‍ક ફોર્સ કાર્યરત કરવામાં આવી છે.રાજ્‍યના પોલીસ વડા જી.એસ.મલિકની સૂચનાથી હવે માત્ર SOG કે ATS જ નહીં પરંતુ સ્‍થાનિક પોલીસ સ્‍ટેશન પણ નાર્કોટિક્‍સના કેસ કરી તેની સીધી તપાસ કરી શકશે.

ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોના છેવાડાના ગામડાઓ સુધી નશાનો વ્‍યાપ રોકવા દરેક જિલ્લામાં ડેડિકેટેડ સેલની રચના કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.વર્ષ ૨૦૨૦માં જ્‍યાં રાજ્‍યમાં નાર્કોટિક્‍સના માત્ર ૩૧૫ કેસ નોંધાયા હતા.

(10:49 AM IST)