તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
રાજપીપળામાં ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તાની પ્રતિમાને અપાઈ રહેલો આખરી ઓપ
ગત વર્ષ કરતા આ વર્ષે પ્રતિમાના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગણેશ ચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં ગણેશ ભક્તોમાં આ દિવસ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોય રાજપીપળા ખાતે ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતિની પ્રતિમાઓનું વેચાણ થઈ રહ્યું છે, આ પ્રતિમાઓ લાવી રાજપીપળા ખાતે રંગરોગાન કરી વેપારીઓ પ્રતિમામાં પ્રાણ પૂરતા નજરે પડે છે ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે કલર અને ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધતા પ્રતિમાઓમાં ૨૦ ટકાનો ભાવ વધારો થયો છે પરંતુ ભક્તો ભાવ વધારા છતાં એમના બજેટ પ્રમાણે નાની મોટી પ્રતિમાઓ ખરીદ કરી રહ્યા છે. અને કેટલાય પરિવારો પોતાના ઘરોમાં પણ દુંદાળા દેવની નાની પ્રતિમા સ્થાપિત કરી પોતાની માનતા કે ભક્તિ કરશે
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
