તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 4th July 2026
આખરે પૂર્વ સીપી સાથે ચર્ચા કરી પોસ્ટિંગની પ્રતીક્ષા કરતા અનુભવી ips વાંબાગ ઝમીરને સુરત સીપીનો ચાર્જ અપાયો
આર્થિક રાજધાની સાથે પોલિટિકલ હબ બનેલા આ શહેર માટે એક નહિ, તમાંમ પ્રકારની કોવોલેટી ટોચના રાજકારણીઓ ઇચ્છે છેં, આ પોલિસી આખા ગુજરાતમાં અમલી બનાવવા ips કોર ગ્રુપ સાથે મંથન ચાલી રહ્યું : ચાર્જ લેતા જ રાતે વિવિધ વિસ્તારોમાં પોહચી, લોકો અને ફરજ પરના પોલીસ જવાનો સાથે ચર્ચા કરી

રાજકોટ, તા. ૪: સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે બદલી થતા આ ગુજરાતની આર્થિક રાજધાની એવા સુરત શહેરનું સુકાન કોને સુપ્રત કરવું? એ પ્રશ્ન ગાંધીનગર માટે મોટી સમસ્યા હતી, હવે ઘણાંના મનમાં એવો સવાલ થાય કે શું ચોક્કસ અધિકારી જ કંટ્રોલ કરી શકે? બીજાં નહિ? પણ.
સવાલ અહીંયા સુરત પદ્ધતિ મુજ્બ કંટ્રોલ કરવાની વાત છે, અહીંયા પ્રજાના તમાંમ વર્ગના લોકોને ઓફિસમાં પ્રેમથી મળવાનું છે. તેમની આગતા સ્વાગતતા કરી, વિશ્વાસ કેળવવાનો છે. તેમની સાથે આત્મીયતા કેળવવા તેમના વિસ્તારના પોલીસ મથકમાં પોહચિંતા પરિસ્થિતિ જાણવાનો છે, પોલીસ સ્ટાફ સાથે લાગણી કેળવવાની છે, અહીંયા નાના મોટા તમામ મીડિયા સાથે લાગણી કેળવવા પોતાના અંગત અધિકારીની ચેમ્બરમા દરરોજ સવારે ચા નાસ્તો સાથે કરી શહેરમાં શું ચાલે છે? તેનો તાગ મેળવવાનો હોય છે, તેમના સાચા કામોમાં મદદરૂપ થવાનું હોય છે. ટોચના અધિકારી અને બીજાં સિનિયર પણ જાણકાર લોકો સાથે દર ૧૦ દિવસે સાથે ચા પી આત્મીયતા કેળવવી, અને પોલીસ સ્ટાફ થી કોઈ પ્રામાણિક ભૂલ હોય ત્યારે મદદરૂપ, પોલીસ સ્ટાફના પરિવારના કોઈ એડમિશન, હોસ્પિટલ કાર્યમાં મદદરૂપ બનવું, આ તમામ ક્વોલેટી સુરતના રાજકીય ખેરખાઓ ઇચ્છતા હોય છે, આ બન્ને કસોટીમાં અજય કુમાર તોમર અને અનુપમસિંહ ગેહલોત સફળ રહયા.
ગાંધીનગરના ટોચના સૂત્રોના કથન મુજ્બ સુરત પોલિસ કમિશનરનો ચાર્જ ૧૯૯૯ બેચના ips વાંબાગ ઝમીર કે જે હાલ પોસ્ટિંગની પ્રતીક્ષા લાંબો સમયથી કરતા હતા, તેવા સુરતના અનુભવી એવા નિર્વિવાદી એવા એડી ડીજીપી ને આપ્યો તે પહેલા અનુપમસિંહ ગેહલોત સાથે વિચાર વિમર્શ કરી અપાયો છે, રથ યાત્રા અંતર્ગત તેવોએ ચાર્જ લેતા સાથે જ વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ શરૂ કર્યું છે. વાંબાગ ઝમીર સુરત જોઈન્ટ સીપી હતા તે વખતે તાત્કાલીન લોકપ્રિય પોલિસ કમિશનર અજય કુમાર તોમર નિવળત થતા યોગાનું યોગ આજ ips ને ચાર્જ અપાયેલ.
તેવોએ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ, ઇન્ટિલિજન્સ ig, પોલિસ અકાદમી, જોઈન્ટ સીપી સુરત, સ્પેશલ સીપી સુરત, અને વિશાળ સુરત રેન્જની જવાબદારી સાંભળવા છતાં પોતાના નામે કોઈ વિવાદ ચઢવા દીધા નથી.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
