તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
અંતે દિલ્હી(UPSC) તરફથી ગુજરાત સરકારને ત્રણ નામોની પેનલ મળી
મુખ્ય પોલીસ વડા ઇન્ચાર્જ નહિ, કાયમી હોવા જોઈએઃ સાઉથના રાજ્યો પછી હવે ગુજરાત પણ સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈનનો અમલ કરવા સજ્જ : બે વખત મુલત્વી રહેલ UPSE તરફથી રાજ્યના સિનિયર મોસ્ટ ત્ભ્લ્ ડો. કે. એલ. એન.રાવ સાથે પ્રણાલી મુજબ ગ્લ્જ્ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક સાથે ભરતી બોર્ડના ચેરમેન અને ડીજી ટ્રેનિંગ નીરજા ગોટરૂના નામો સામેલ કર્યાની જોરદાર ચર્ચા

રાજકોટ, તા.૧: રાજ્યના મુખ્ય પોલીસ વડા પદેથી એક્સ્ટેન્શન્સ પછી નિવળત થયેલ વિકાસ સહાય બાદ સુપ્રીમ કોર્ટની મુખ્ય ડીજીપી પદ માટેની ગાઇડ લાઇન મુજબ હાલના સિનિયર મોસ્ટ ips ડૉ.કે.એલ.એન રાવને મુખ્ય પોલીસ વડા પદનો ચાર્જ અપાયો છે. અત્રે એ યાદ રહે કે અન્ય રાજ્યમાં ઇન્ચાર્જ મુખ્ય પોલીસ વડા અંગેની સુનાવણી દરમિયાન અદાલત દ્વારા મુખ્ય પોલીસ વડાનું પદ ઈનચાર્જ નહિ કાયમી પ્રકારનું અર્થાત્ confarm હોવું જોઈએ તે પ્રકારે સૂચવ્યું છે. આ બાબત ધ્યાને રાખી ગુજરાત સરકારે કાયમી મુખ્ય પોલીસ વડાનું પદ ભરવા માટે નિયમ મુજબ કાર્યવાહી કરેલ, સાઉથ ઇન્ડિયના બે રાજ્યોમાં આવી અમલવારી થયેલ છે.
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને મોકલેલ નામોમાંથી ત્રણ નામો પસંદ કરી મોકલ્યા છે, જેમાં ગુજરાતના ૧૯૯૨ બેચના સિનિયર મોસ્ટ એવા ડૉ.કે.એલ. એન.રાવ કે જેમની પાસે CID ક્રાઈમ અને ગુજરાતની જેલો જેવા ખૂબ મહત્વના વિભાગો યથાવત રાખવામાં આવ્યા છે તેની સાથે ૧૯૯૩ બેચના BSF બેક ગ્રાઉન્ડ ધરાવતા જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક અને ભરતી બોર્ડના અધ્યક્ષ અને ૧૯૯૨ બેચના સિનિયર IPS નીરજા ગોટરૂના નામ સાથે કુલ ત્રણ નામની પેનલ ગળહ મંત્રાલયને મોકલી આપી છે તેમ સૂત્રો જણાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના ટોચના સ્થાન પર પસંદગી કરતા પહેલા અમિતભાઈને વિશ્વાસમાં લેવામાં આવે છે. સૂત્રોનો જણાવ્યા મુજબ અમિતભાઈ પાસે આખા દેશની સમસ્યાઓ ઉકેલવાની હોવાથી ગ્રહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને હવે સત્તા આપી છે. જોકે તેમાં ગુજરાતના ૩,૪ સ્થાન અપવાદ હોવાનું પણ સૂત્રો જણાવે છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
