તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
આખરે સુરત RTOમાં અદ્યતન AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ : ટેસ્ટ દરમિયાન દરેક સેગમેન્ટનું પરિણામ ડિજિટલ ડિસ્પ્લે પર જોવા મળશે
ટુ-વ્હીલરની 25 અને કારની 20 જેટલી મર્યાદિત ટેસ્ટ લેવાઈ અને અગાઉ બુક કરાયેલી અન્ય એપોઈન્ટમેન્ટ આગામી સપ્તાહમાં શિફ્ટ કરાઈ.

સુરત : લાંબી રાહ બાદ સુરત RTOમાં અદ્યતન AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થયો છે. શરૂઆતમાં ટેક્નિકલ સુગમતા જળવાઈ રહે તે માટે ટુ-વ્હીલરની 25 અને કારની 20 જેટલી મર્યાદિત ટેસ્ટ લેવામાં આવી અને અગાઉ બુક કરાયેલી અન્ય એપોઈન્ટમેન્ટ આગામી સપ્તાહમાં શિફ્ટ કરાઈ. જો કે ધીરે ધીરે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવશે. ત્યારે આ નવા ટ્રેકમાં જે દિવસની એપોઈન્ટમેન્ટ હશે તે જ દિવસે ટેસ્ટ આપવી ફરજિયાત રહેશે. ટેસ્ટ દરમિયાન દરેક સેગમેન્ટનું પરિણામ ડિજિટલ ડિસ્પ્લે પર તરત જ જોવા મળશે અને તરત જ અરજદારને પાસ કે નાપાસનો SMS પણ મળી જશે. આ પ્રક્રિયામાં સિગ્નલનું પણ પાલન કરવાનું રહેશે. QR કોડ સ્કેન કરીને અરજદારો ટેસ્ટની સંપૂર્ણ પ્રક્રિયાનો વીડિયો પણ જોઈ શકશે અને AI તેમને સૂચન પણ આપશે. ત્યારે AI આધારિત આ ટેક્નોલોજી મદદરૂપ રહે તેવી આશા સેવાઈ રહી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
