તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
આખરે દેવગઢ બારીઆ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી : આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
મેઘમહેર થતા જ ધરતીપુત્રોમાં ઉત્સાહનો માહોલ :ગરમીના પ્રકોપથી કંટાળેલા લોકોને વરસાદના આગમનથી હાશકારો મળ્યો

દાહોદના દેવગઢ બારીઆ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોના મુખ પર ખુશીની લહેર પ્રસરી છે. કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા નગરજનોને મળી મોટી રાહત મળી છે. દેવગઢ બારીઆ નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો મેઘમહેર થતા જ ધરતીપુત્રોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ગરમીના પ્રકોપથી કંટાળેલા લોકોને વરસાદના આગમનથી હાશકારો મળ્યો હતો વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોમાં આનંદ છવાયો હતો .
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
