News of Monday, 29th June 2026
આખરે અમદાવાદમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન
એસ.જી. હાઈવે, થલતેજ, સોલા, હેબતપુર, ગોતા, વાડજ, રાણીપ અને પાલડી સહિતના પશ્ચિમ અને અન્ય વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

અમદાવાદમાં લાંબી રાહ જોયા બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન અમદાવાદીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે
એસ.જી. હાઈવે, થલતેજ, સોલા, હેબતપુર, ગોતા, વાડજ, રાણીપ અને પાલડી સહિતના પશ્ચિમ અને અન્ય વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે
કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની અને ગટર ઓવરફ્લો થવાની સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી દિવસોમાં પણ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સંપૂર્ણપણે યથાવત રહેશે
શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની 35% થી 45% શક્યતા છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
