તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
COTPA અધિનિયમ હેઠળ અમદાવાદ જિલ્લામાં ₹25,000 કરતાં વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો
વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત અમદાવાદ ગ્રામ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિશ્વ તમાકુ નિષેધ દિવસ (31 મે) નિમિત્તે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય અને સામાજિક નુકસાન અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ દર વર્ષે વિશ્વભરમાં 80 લાખથી વધુ લોકોના મૃત્યુ તમાકુના કારણે થાય છે, જ્યારે ભારતમાં દર વર્ષે આશરે 13 લાખ લોકો તમાકુજન્ય રોગોના કારણે જીવ ગુમાવે છે. આ વર્ષની થીમ “Unmasking the Appeal – Countering Nicotine and Tobacco Addiction” હેઠળ રેલીઓ, જૂથ ચર્ચાઓ, પ્રતિજ્ઞા અભિયાન અને જનસંપર્ક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક અને ફેફસાંના ગંભીર રોગોનું જોખમ વધે છે. વધુમાં, COTPA અધિનિયમ હેઠળ જિલ્લામાં ₹25,000 કરતાં વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્રએ તમામ નાગરિકોને તમાકુમુક્ત અને સ્વસ્થ અમદાવાદ ગ્રામ્યના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
