News of Sunday, 15th November 2026
અમદાવાદના બાવળા-ધોળકા રોડ પર આવેલા ભંગારના વાડામાં આગ: બે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યાં
ભંગારના વાડામાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી

અમદાવાદના બાવળા-ધોળકા રોડ પર આવેલા ભંગારના વાડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગનાં બે ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ભંગારના વાડામાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી હતી.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
