<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અમદાવાદના વિશાલા-નારોલ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી: અફરાતફરીનો માહોલ

આગ પર કાબૂ મેળવવા માટે 6 ફાયર ફાઈટરની મદદ લેવાઈ : ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદના વિશાલા-નારોલ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે 6 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

(7:44 PM IST)